GAJDI GAJADI

.

ટંકારા થી ૧૫કિમી દૂર આવેલ ગજડી ગામ જોડિયા તાલુકા મા જોડાયેલ હતું ૧૫ ઓગષ્ટ ૨૦૧૩ મોરબી જિલ્લા ની રચના થઈ ૨૦૧૩ થી ગજડી ગામ મોરબી જિલ્લા માં સમાવેશ થયુ.ગજડી ગામમાં અંદાજીત ૧૫૦૦,૨૦૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં મુખ્ય આહીર(બોરીચા) સમાજ ના લોકો વાસવાટ કરે છે.

   મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી(કૃષિ) ઉપર આધારીત છે.યુવા વર્ગ વધારે પડતો શિક્ષીત છે જેથી ગામનો વિકાસ વધુ સગવડો ધરાવે છે.ગામના અંદાજિત ૪૦૦,૫૦૦ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

ગામમાં મધ્યમાં આવેલ ચાપબાઈ,લક્ષમિનારાયન(ઠાકર) નું મંદિર મુખ્ય આસ્થાના પ્રતિકો છે. નવરાત્રી અને હોળી જેવા તહેવારો ની ધામધુમથી ઊજવાય છે.જન્માષ્ટમીના દિવસે ગામમાં ઠાકર ભગવાન ફરવા એ લોકોની પરંપરા અને રૂઢી ની જેમ ઉજવાય છે. જેમાં પુરૂષો મેરરાસ,સ્ત્રીઓ હુડારાસ ,અબીલ ગુલાલ સાથે આખા ગામની પ્રદક્ષિણા કરે છે.એ વધુ આકર્ષક નું પ્રતિક છે.

ગજડી ગામનો તાલુકો ટંકારા.

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.

જન્મ તિથિ

12 ફેબ્રુઆરી 1824

જન્મ સ્થાન

ટંકારા, મોરબી, ગુજરાત

પૂર્વાશ્રમનું નામ

મુળશંકર તિવારી, મુળશંકર કરશનદાસ તિવારી /શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મચારી રૂપે)

મૃત્યુ તિથિ

30 ઓક્ટોબર 1883 (59ની વયે)

મૃત્યુ સ્થાન

અજમેર, રાજસ્થાન

- રાજની કુમાર.એમ.ગોગરા